• ૩૧ નંગ ઇંગ્લિશ દારૂની બાટલી ના જથ્થા સાથે હોટલ સંચાલક ઝડપાયો:દારૂ નો સપ્લાયર ફરાર

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૯, જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને હોટલ ચલાવતા એક શખ્સના મકાન પર પોલીસે દરોડો પાડી ૩૧ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, અને હોટેલ સંચાલકની ધરપકડ કરી છે. જ્યારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર જામનગરના એક શખ્સને ફરારી જાહેર કરાયો છે.

 આ દરોડાની વિગત એવી છે કે જામનગર તાલુકાના ફલ્લા ગામમાં રહેતા અને ચાની હોટલ ચલાવતા લાલુભા ઉર્ફે લાલો ભીખુભા વાઘેલા નામના શખ્સના મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો છે, તેવી બાતમીના આધારે પંચકોશી એ ડિવિઝનના પોલીસ સ્ટાફે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન રહેણાંક મકાનમાંથી ૩૧ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. આથી પોલીસે રૂપિયા ૧૫,૦૦૦ની કિંમતનો દારૂનો જથ્થો કબજે કરી લીધો છે, અને મકાન માલિક હોટલ સંચાલક લાલુભા વાઘેલા ની અટકાયત કરી લીધી છે. પોલીસની પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત દારૂનો જથ્થો જામનગરમાં રહેતા ભરતસિંહ જાડેજા નામના શખ્સે સપ્લાય કર્યોહોવાની કબૂલતાં પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.