• ગરમીનો પારો બપોર દરમિયાન ૩૧.૦ ડિગ્રીએ પહોંચતાં ઉનાળાની શરૂઆત: પવન પણ ઘટયો

જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગર શહેર અને જિલ્લામાં સતત ચાર દિવસથી ઝાકળ ભીની સવાર થઈ હતી, અને ભેજનું પ્રમાણ ૯૮ ટકા થઇ જતાં વહેલી સવારે ગાઢ ધુમ્મસ ની ચાદર છવાઇ જતી હતી. જેમાં આખરે આજે થોડી રાહત જોવા મળી છે. આજે વહેલી સવારે ભેજનું પ્રમાણ ૮૩ ટકા જેટલું રહ્યું હતું, જેથી ભેજ ઘટયો છે. જેની સાથે સાથે પવનની તીવ્રતામાં પણ ઘટાડો જોવા મળ્યો હતી, જેથી રાહત અનુભવાઇ છે.
પરંતું બપોર દરમિયાન ગરમીનો આકરો મિજાજ જોવા મળ્યો હતો. ગરમીનો પારો ૨૮ ડીગ્રીથી વધુ ઉપર ચડીને ગઈકાલે બપોરે ૩૧.૦ ડિગ્રી આસપાસ રહ્યો હોવાથી આકરા તાપનો અનુભવ થયો હતો.
 જામનગર જિલ્લા કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પુરા થતાં ૨૪ કલાક દરમિયાન લઘુતમ તાપમાન ૧૬.૦ ડિગ્રી સેન્ટિગ્રેડ જ્યારે મહત્તમ તાપમાન ૩૧.૦ ડિગ્રી સેન્ટીગ્રેડ નોંધાયું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૩ ટકા રહ્યું હતું. જયારે પવનની ગતિ સરેરાશ પ્રતિ કલાકના ૨૦ કિ.મી.ની ઝડપે રહી હતી.