જામનગર મોર્નિંગ - ખંભાળિયા : અયોધ્યામાં ભવ્ય શ્રી રામ મંદિર નિર્માણ થઈ રહ્યું છે જેમાં જામ ખંભાળીયા શહેર ભાજપ દ્વારા સમર્પણ નિધિ આપવા માટે નું આયોજન કરવામાં આવ્યું હતું ભાજપના દરેક હોદેદારો કાર્યકરો શુભેચ્છક દ્વારા મોટું યોગદાન આપવામાં આવ્યું છે આ તમામ રોકડ રૂપિયા અને ચેક ભાજપના હોદેદારો એ સંઘ કાર્યલય ખાતે આર.એસ.એસ.ના કૈલાશભાઈ કણજારીયાને અર્પણ કર્યા હતા.જેમાં ઈન્દ્રજીતસિંહ પરમાર, જીજ્ઞેશભાઈ પરમાર, મનુભાઈ મોટાણી, અશોકભાઈ કાનાણી, ઘનશ્યામસિંહ જાડેજા, ભીખુભા જેઠવા, હસુભાઈ ધોળકિયા, પ્રતાપભાઈ દતાણી, ભવ્યભાઈ ગોકાણી, જયેશભાઇ કણજારીયા, જયસુખભાઈ મોદી, મહેન્દ્રસિંહ જાડેજા, કિશોરભાઈ નકુમ, નિકુંજભાઈ વ્યાસ, હસમુખભાઇ નકુમ સહિતના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.