• ટાઉનહોલ સર્કલમાં કોંગ્રેસના કાર્યાલય ની સામે જ શહેર જિલ્લા ભાજપના અગ્રણીઓએ પોસ્ટર દેખાડી સૂત્રોચ્ચાર કર્યા

 જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર શહેર ભાજપ દ્વારા આજે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. ગુજરાત નું રાહુલ ગાંધી દ્વારા અપમાન કરાયું છે, અને રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગ સાથે ભાજપના તમામ આગેવાનો અને કાર્યકરોએ હાથમાં બેનર પોસ્ટર લગાવી વિરોધ દર્શાવ્યો હતો.
 ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી શ્રી આર.સી.ફળદુ, રાજ્ય મંત્રી.ધર્મેન્દ્રસિંહ જાડેજા, સાંસદ પૂનમબેન માડમ, શહેર ભાજપના અધ્યક્ષ ડૉ. વિમલ કગથરા, પૂર્વ અધ્યક્ષ હસમુખ હિંડોચા, તથા શહેર સંગઠનના અન્ય હોદ્દેદારો અને કાર્યકરોએ વગેરેએ ટાઉનહોલ સર્કલમાં આવેલા કોંગ્રેસ કાર્યાલય ની સામે જ વિરોધ પ્રદર્શન કર્યું હતું, અને ગુજરાતનું અપમાન કરનાર રાહુલ ગાંધી માફી માંગે તેવી માંગણી સાથે સૂત્રોરચાર કર્યા હતા.