જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.18, દિલ્હીમાં તા.10.02.2021 વિધર્મીઓ દ્રારા બજરંગદલના કાર્યકર રિંકુ શર્માની થયેલ નિર્મમ હત્યાનો વિરોધ કરવા તથા આરોપીઓને સખ્ત માં સખ્ત સજા થાય તે માટે ખંભાળીયાના પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
જેમાં વિશ્વ હિન્દુ પરિષદના જીલ્લા કોષાધ્યક્ષ ભમબાપુ, બજરંગદલના શહેર સંયોજક કિશનભાઇ ગોહેલ, સહ સંયોજક શક્તિભાઈ ગઢવી, વિશ્વ હિન્દુ પરિષદ ખંભાળિયાના મંત્રી મનીષભાઈ જેઠવા,‌શહેર ઉપાધ્યક્ષ જયસુખભાઈ મોદી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના કૈલાસ ભાઈ કણઝારીયા, મીડીયા સંયોજક હિતેશભાઈ રાયચુરા, નિલેશભાઈ શુક્લા, રાહુલ નલાવર,ભુમિક બારોટ, ગૌરક્ષાના દેશુરભાઈ ધમા , પ્રવિણસિંહ કંચવા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.