જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૫, જામનગર જિલ્લામાં આગામી ૨૧મી ફેબ્રુઆરી તેમજ ૨૮મી ફેબ્રુઆરીએ યોજાનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત ફરજ બજાવનારા અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીલક્ષી ટ્રેનિંગ આપવામાં આવી હતી, અને કોરોના કાળની સાથે-સાથે મતદાન પ્રક્રિયામાં શું કાર્યવાહી કરવાની રહેશે, તે અંગેની તાલીમ આપવામાં આવી હતી.
 જામનગર જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા એમ. પી. શાહ કોમર્સ કોલેજ માં આજે તાલીમ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, અને આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે નિયુક્ત થયેલા અધિકારીઓ અને કર્મચારીઓને મતદાન મથકના બૂથ પર થતા પ્રોબ્લેમ, ઈવીએમ મશીનમાં કોઇપણ ખામી સર્જાય તો તાકીદે કઈ રીતે પહોંચી વળવું, તે અંગેનું સધન માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.