• લોખંડના માલસામાન તેમજ રૂપિયા બે હજારની રોકડ રકમની તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ

જામનગર મોર્નિંગ -જામનગર તા ૧૮, જામનગરમાં જુના રેલવે સ્ટેશન નજીક રેલ્વે બી સાઈડીંગ વિસ્તાર મા આવેલી એક લોખંડના માલ સામાનની દુકાનમાં તેમજ બાજુમાં જ આવેલી એક ઓફિસ માં ગઇ રાત્રે કોઈ તસ્કરોએ ખાતર પાડયું હતું, અને એક ઓફિસમાંથી રૂપિયા બે હજારની રોકડ રકમ જ્યારે બાજુની દુકાનમાંથી લોખંડ ના માલ સામાનની ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાવી છે.

 જામનગરમાં જૂના રેલવે સ્ટેશન નજીક ક્રિષ્ના વેબ્રિજ ની બાજુમાં આવેલી લોખંડના માલ સામાનની દુકાન ના કોઈ તસ્કરોએ શટરો ઉચકાવી અંદરથી ૮૫ કિલો જેટલા લોખંડના માલસામાનની ચોરી કરી લઇ ગયા હતા.

 ઉપરાંત બાજુમાં આવેલી હિતેન્દ્રભાઈ કેશુભાઈ ની ઓફીસ નું તાળું તોડી નાખી ટેબલના ખાનામાં રાખેલી રૂપિયા બે હજારની રોકડ રકમની પણ તસ્કરો ચોરી કરી ગયા હતા.

 ચોરીના આ બનાવ અંગે લોખંડ ની દુકાનમાં કામ કરતા કર્મચારી પરેશ નરસીભાઇ રાઠોડ એ સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસ ટુકડી ઘટનાસ્થળે દોડી ગઈ હતી, અને તસ્કરોને શોધવા માટે સીસીટીવી કેમેરા વગેરેની મદદ લેવામાં આવી રહી છે.