• તપાસ દરમિયાન ભાણવડના જાણીતા વકીલ મીનાબેન નાણાવટી વિરૂધ્ધ પણ ગુન્હાની તપાસ દરમિયાન પુરાવા મળી આવતા પુરાવાના આધારે આજે તેમની ધરપકડ કરવામાં આવી છે.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.14 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા તળે ભાણવડની વારીયા બાલમંદિરની જમીન ભાડે રાખી અને ત્યારબાદ પચાવી પાડનાર પાંચ ઈસમો પૈકી બે મહિલા સહીત અન્ય એક મળી કુલ ત્રણ આરોપીઓની થોડા દિવસો પહેલા જ ધરપકડ કરાઈ હતી.

ભાણવડના વેરાડ નાકા જેવા પોસ વિસ્તારમાં કરોડોની કિંમતની આવેલ વારીયા બાલમંદિર ટ્રસ્ટની જમીન ભાડે રાખી અને ત્યારબાદ ભાડા કરાર પૂર્ણ થઈ જતા પણ કબ્જો ખાલી ના કરનાર વિવિધ વેરા પણ બાકી હોવાથી વારીયા બાલમંદિર ટ્રસ્ટ દ્વારા આ અંગે ભાણવડ પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગના નવા કાયદા તળે ફરિયાદ કરી હતી.

જે ફરિયાદ બાદ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ 2020 મુજબનો ગુન્હો તા.26-01-2021ના રોજ નોંધીને ત્યારે (1) આરતીબેન દીપકભાઈ પંડિત (2) કૃપાબેન રસિકલાલ ઠાકર અને (3) રામભાઈ નાથાભાઈ ગઢવીની ધરપકડ કરવામાં આવેલ હતી. જયારે અન્ય આરોપી રામભાઈ સાજણભાઈ બુચડએ સ્પેશિયલ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકતા તે જામીન અરજી નામંજૂર થતા તેઓ તથા અન્ય એક નિલેશભાઈ નામના આરોપી નાસતા ફરતા છે.

આ ગુન્હાના કામની તપાસ દરમિયાન ભાણવડના જાણીતા વકીલ મીનાબેન નાણાવટી વિરૂધ્ધ પણ ગુન્હાની તપાસ દરમિયાન પુરાવા મળી આવતા પુરાવાના આધારે આજે તેમની  ધરપકડ કરવામાં આવી છે.

આ કામગીરી જીલ્લા પોલીસ વડા સુનીલ જોશીના માર્ગદર્શન મુજબ ગુન્હાની તપાસ કરનાર નાયબ જીલ્લા પોલીસ વડા હિરેન્દ્ર ચૌધરી અને લેન્ડ ગ્રેબિંગ સ્કવોડની ટીમ દ્વારા કરવામાં આવી હતી.