જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૮, જામનગર જિલ્લાના ધ્રોલમાં ખારવા રોડ પર રહેતા અને ખાનગી દવાખાનું ચલાવતા એક તબીબનો મોટરસાયકલ કોઇ તસ્કરો ચોરી કરી લઇ ગયાની ફરિયાદ પોલીસમાં નોંધાઇ છે. જે મામલે ધ્રોલ પોલીસ વધુ તપાસ ચલાવે છે.

 જામનગર જિલ્લાના ધ્રોલમાં ખારવા રોડ પર રહેતા અને ખાનગી દવાખાનું ચલાવતા નરેન્દ્રભાઈ ચનાભાઈ ગોંડલીયા એ ધ્રોલમાં રુદ્ર પેલેસ ના પાર્કિંગમાં પોતાનું મોટરસાયકલ પાર્ક કર્યું હતું. જ્યાંથી પરમ દિવસે સાંજે કોઇ તસ્કરો તેમનું રૂપિયા ૩૫ હજારની કિંમતનું મોટર સાયકલ ચોરી કરી લઇ ગયા હતા. જે ચોરીના બનાવ અંગે ધ્રોલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.