જામનગર મોર્નિંગ - ભાટીયા તા.14 : રામસેવક રીંકુશર્માની દિલ્હીમા અસામાજિક તત્વો દ્વારા હત્યા કરવામા આવી હતી જેમના પડઘા આખા દેશ મા પડ્યા છે અનેક હિન્દૂ સંગઠનોએ દોષીઓને સખત મા સખત સજા મળે તેવી માંગણી સરકાર સમક્ષ કરી રહ્યા છે તે અંતર્ગત દેવભૂમિ દ્વારકા જીલાના જામકલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામમાં બજરંગદળ ભાટિયા ના કાર્યકરો દ્વારા શ્રી દુધેશ્વર મહાદેવ મંદીર ના સત્સંગ હોલ મા રામસેવક રીંકુશર્મા ને ૨ મિનિટ નું મોન રાખી શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમજ મામલતદાર સાહેબ શ્રી ને આવેદન પણ પાઠવવા મા આવ્યું હતું આ કાર્યક્રમ મા ગ્રામજનો તેમજ આગેવાનો પણ ઉપસ્થિત રહિયા હતા આ કાર્યક્રમ મા કોરોના ગાઈડ લાઇન નું સંપૂર્ણ પાલન કરવામાં આવ્યું હતું.