જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૯, જામનગરના ત્રણ દરવાજા નજીકથી જાહેરમાં ઘોડીપાસા વડે હારજીતનો જુગાર રમી રહેલા ચાર શખ્સોની પોલીસે ધરપકડ કરી લઈ ૨૨ હજારની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

 જામનગરમાં ગ્રેઈન માર્કેટ ત્રણ દરવાજા નજીક જાહેરમાં કેટલાક શખ્સો એકત્ર થઇને ઘોડીપાસા વડે જુગાર રમી રહ્યા છે, તેવી બાતમીના આધારે સીટી બી ડિવિઝન પોલીસે દરોડો પાડયો હતો. જે દરોડા દરમિયાન ચાર શખ્શો જાહેરમાં ઘોડીપાસા નો જુગાર રમી રહેલા નજરે પડ્યા હતા.

 જેથી પોલીસે ઈકબાલ  હુસેનભાઇ ગજીયા, ઈશા આમદભાઈ જખરા, મુન્ના ખાન શાહરુખ ખાન પઠાણ અને લખમણ નટુભાઈ ચાવડા સહિત ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨૨,૫૦૦ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.