• ગઈકાલે જ પ્રભુતામાં પગલાં માંડી લગ્નવિધિ પૂર્ણ કરીને આજે ડોર ટુ ડોર જનસંપર્ક કરીને લોકોને અપીલ કરી.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.18, દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગર પાલિકામાં વોર્ડ નંબર 4 ના અપક્ષ ઉમેદવાર એ સાયકલ પર સવાર થઈ મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો , એક દિવસ પહેલા પ્રભુતામાં પગલાં માંડનાર યુવક વડીલોના આશીર્વાદ લઈ લગ્ન જીવન ની શરૂઆત કરી જયારે આજ થી જીવન ના મહત્વ ના પડાવ એટલે કે લોકો ના આશીર્વાદ મેળવી જન પ્રતિનિધિ બનવાના પ્રયત્ન માં પ્રચાર શરૂ કર્યો છે.


દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા નગર પાલિકા ની સામાન્ય ચૂંટણીમાં વોર્ડ નંબર ચાર ના અપક્ષ ઉમેદવાર વત્સલ ગોંડલીયા એ સાયકલ પર સવાર થઈ મિત્રો સાથે પ્રચાર શરૂ કર્યો છે મહત્વનું છે કે વત્સલ ગોંડલીયા એ ગઈ કાલે પ્રભુતામાં પગલાં માંડી ને લગ્ન જીવન ની શરૂઆત વડીલો અને તેના સ્વજનો ના આશીર્વાદ લઈ કરી જ્યારે બીજા જ દિવસે ચૂંટણી પ્રચાર માં માતા પિતાના આશીર્વાદ મેળવી શ્રી ગણેશ કર્યા હતા અને સાયકલ લર સવાર થઈ વોર્ડ નંબર 4 માં પ્રચાર કરવા નીકળી પડ્યા હતા વત્સલ યુવા ચહેરો છે અને લગ્ન જીવન ની શરૂઆત વડીલોના આશીર્વાદ લઈ કરી હતી તે જ રીતે હવે વોર્ડ નંબર ચાર ના રહીશો ના આશીર્વાદ મેળવી ખંભાળીયા નગર પાલિકા માં અપક્ષ ઉમેદવાર તરીકે જીત મેળવી અને જન પ્રતિનિધિ બની લોકો ની સેવા કરવા માંગે છે જ્યારે એક દિવસ પૂર્વ લગ્ન જીવન ની શરૂઆત કરનાર વત્સલ હવે ચૂંટણી પ્રચાર માં નીકળી ચુક્યો છે અને લોકો ને અકર્ષતા મુદ્દાઓ ને લઈ સ્વદેશી વાહન એવા સાયકલ પર સવાર થઈ ને પ્રચાર ની શરૂઆત કરી હતી.