જામનગર મોર્નિંગ - જામનગર તા ૧૬, જામનગર જિલ્લાના જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલી એક વાડીમાં સંતાડવામાં આવેલો ઈંગ્લીશ દારૂનો જથ્થો જોડિયા પોલીસે કબજે કરી લઈ દારૂ સંતાડનાર ખેત મજુર ની અટકાયત કરી લીધી છે.
 આ દરોડાની વિગત એવી છે કે જોડિયા તાલુકાના મેઘપર ગામમાં આવેલી રમેશભાઈ ચાવડા ની વાડી માં ખેત મજુરી કામ કરી રહેલો રવિ હરિસિંગ બાંભણીયા નામનો પરપ્રાંતીય ખેતી મજૂર બીજા રાજ્યમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો લઈને આવ્યો છે, અને વાડીમાં સંતાડી રાખ્યો છે. જે બાતમીના આધારે જોડિયા પોલીસે દરોડો પાડી વાડીમાં સંતાડેલો ૧૨ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો કબ્જે કર્યો છે, અને આરોપી રવિ બાંભણિયા ની અટકાયત કરી લીધી છે.