જામનગર મોર્નિંગ - જામનગર 

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તાર માં બે દિવસ પહેલા રાત્રિના સમયે ખૂની ખેલ ખેલાયો હતો, અને જમાઈ એ પોતાના સસરા પર જીવલેણ હુમલો કરી નિર્મમ હત્યા નીપજાવી હતી. જે હત્યાના પ્રકરણમાં પોલીસે જમાઇની અટકાયત કરી કોવિડ ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટીવ આવતાં ધરપકડ કરી લેવામાં આવી છે, અને અદાલત સમક્ષ રજૂ કરાયો છે.

 કાલાવડના આર.એસ.એસ.ના અગ્રણી વિજયભાઈ ભાનુશંકર ભટ્ટ (૬૫) ઉપર તેના જ જમાઈ જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા મનીષ સુરેશભાઈ જાનીએ ઈટોના ઘા કરી હત્યા નીપજાવી હતી. જે ઝપાઝપી દરમિયાન પોતે પણ ઇજાગ્રસ્ત બન્યો હોવાથી સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પિટલમાં લઈ જવાયો હતો.

 જેને આંખના ભાગે ઈજા થઈ હતી. પોલીસ દ્વારા તેની અટકાયત કરી તેની સામે કલમ ૩૦૨ મુજબનો ગુનો નોંધ્યો હતો, અને તેના કોવિડ ટેસ્ટ ની કાર્યવાહી હાથ ધરી હતી. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હોવાથી આરોપી મનીષ જાની ની ધરપકડ કરી લેવામાં આવી છે અને જામનગરની અદાલતમાં રજુ કરાયો છે.