જામનગર તા ૧૫, જામનગરમાં રણજીત નગર વિસ્તારમાંથી એક સ્કુટર ચાલક ને ઈંગ્લીશ દારૂની બાટલી ના જથ્થા સાથે પોલીસે પકડી પાડયો છે, જયારે તેને દારૂનો જથ્થો સપ્લાય કરનાર શખ્સને ફરારી જાહેર કરાયો છે.

જામનગરમાં રણજીત નગર નેવિલપાર્ક વિસ્તારમાં પોલીસે ગઇ રાત્રે પેટ્રોલીંગ દરમિયાન શક્તિસિંહ વિક્રમસિંહ વાઘેલા નામના સ્કુટર ચાલક ને અટકાવીને તેના વાહનની તલાશી લેતાં તેના કબજામાંથી ૨૦ નંગ ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે રૂપિયા ૧૦ હજારની કિંમતનો ઇંગ્લિશ દારૂ અને સ્કૂટર વગેરે કબજે કરી લીધા છે. અને તેની સામે સીટી સી ડિવિઝન પોલીસ મથકમાં દારૂબંધી ભંગનો ગુનો નોંધવામાં આવ્યો છે.
 પોલીસ પૂછપરછ દરમિયાન તેને ઉપરોક્ત ઈંગ્લીશ દારૂની બાટલી નો જથ્થો જામનગરમાં પટેલ કોલોની શેરી નંબર ૯ ના છેડે રહેતા અજયસિંહ પરમાર નામના શખ્સે સપ્લાય કર્યો હોવાથી પોલીસે તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.