જામનગર મોર્નિંગ - ખંભાળિયા : ખંભાળીયા નગરપાલીકામાં વોર્ડ નં,૫ માં આ વખતે રઘુવંશી અગ્રણી નટુભાઈ ગણાત્રાના સમર્થન સાથે વ્યંઢળ ઉમેદવાર વાસંતી દે નાયકે ઉમેદવારી નોંધાવી છે. ઉલ્લેખનીય છે કે વાસંતી દે નાયક અગાઉ પણ બે ટર્મમાં ઉમેદવારી નોંધાવી ચુક્યા છે. આ સાથે દરેક વોર્ડમાં ચાર પૈકી બે બેઠકમાં મહિલા અનામત હોય ત્યારે વાસંતી દે જીતી જાય તેવા ઉજળા સંજોગો હોય ત્યારે ભૂતકાળના અનુભવો જોતાં વોર્ડ નં. પ માંથી ટીકીટ વાંચ્છુકોએ વોર્ડમાંથી અન્ય વોર્ડમાં બદલી કરવા દોડાદોડી કરવી પડી છે. આ વોર્ડમાં વાસંતી દે ઉપરાંત તેમની સાથે પેનલમાં એક મુસ્લીમ અગ્રણીના પત્ની તેમજ એક રઘુવંશી ઉમેદવારની નટુભાઈ ગણાત્રા દ્વારા ગોઠવણ કરાઈ છે.