• દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત પર ભાજપનું શાસન , પ્રથમ અઢી વર્ષ માટે થઈ પ્રમુખ અને ઉપપ્રમુખ ની વરણી

અહેવાલ - ભરત હુણ

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.17 : ગુજરાતમાં તાજેતરમાં યોજાયેલ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતમાં કુલ 22 બેઠક પૈકી 12 બેઠક પર ભાજપ જ્યારે 10 બેઠક પર કોંગ્રેસએ જીત મેળવી હતી ત્યારે આજ રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતની પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાઈ હતી જેમાં પ્રમુખ પદ માટે દાવેદારી એક જ સદસ્ય એ નોંધાવતા ભાજપના ઉમેદવાર રાજીબેન વિરાભાઈ મોરી બિનહરીફ જાહેર થયા જ્યારે ઉપપ્રમુખ માટે ભાજપ અને કોંગ્રેસ દ્વારા દાવેદારી નોંધાવતા આજ રોજ અધિકારીઓની હાજરીમાં ચૂંટણી યોજાઈ હતી અને ભાજપના ઉમેદવાર રિદ્ધિબા શક્તિસિંહ જાડેજાની જીત થતા ભાજપએ જીતનો જશ્ન મનાવ્યો હતો ગત ટર્મમાં કોંગ્રેસને સત્તા મળી હતી જ્યારે તાજેતરમાં યોજાયેલ ચૂંટણીમાં ભાજપના 12 ઉમેદવારની જીત થતા દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભાજપ શાસિત જિલ્લા પંચાયત બની છે.


બોક્સ : 1

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતમાં પ્રથમ અઢી વર્ષ માટે પ્રમુખ પદ અનુસૂચિત જનજાતિ મહિલા અનામત હોવાથી જીલ્લા પંચાયતના સભ્ય તરીકે અનુ.જનજાતિના એક માત્ર રાજીબેન વીરાભાઇ મોરી સભ્ય હોવાથી બિન હરીફ પ્રમુખ તરીકે વરણી થઇ.

બોક્સ : 2

દેવભૂમિ દ્વારકા જીલ્લા પંચાયતના ઇતિહાસમાં પ્રથમ વખત પ્રમુખ તરીકે રબારી સમાજને પ્રતિનિધિત્વ મળ્યું છે અગાઉ દ્વારકા અને જામનગર જિલ્લો સયુંજત હતા ત્યારે પણ જીલ્લા પંચાયત પ્રમુખ તરીકે રબારી સમાજને પ્રતિનિધિત્વ મળ્યું ના હતું.


બોક્સ : 3

દેવભૂમિ દ્વારકા જિલ્લો મહત્તમ ખેતી અને પશુપાલન પર નિર્ભર છે ત્યારે નવનિયુક્ત પ્રમુખ પણ માલધારી પરિવારમાંથી આવતા હોવાથી લોકોની સમસ્યા અને સુખાકારી પર વધુ ધ્યાન આપી શકશે.