•  જામનગર ગ્રામ્ય નો માત્ર એક કેસ નોંધાયો: જયારે જિલ્લાના ૦૭ દર્દી ડિસ્ચાર્જ થયા: એક પણ મૃત્યુ નહીં


જામનગર. તા ૧૮, જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નો ગ્રાફ વધતો જાય છે જેમાં ખાસ કરીને જામનગર શહેરમાં વધારે ઉછાળો જોવા મળી રહ્યો છે ગઈ કાલે એક જ દિવસમાં જામનગર શહેરના ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જોકે ગ્રામ્ય નો માત્ર એક કેસ નોંધાયો હતો. જામનગર શહેરના ૦૪ દર્દીઓ અને ગ્રામ્યના ૦૩ દર્દીઓ સહિત ૦૭ દર્દીઓને રજા આપવામાં આવી છે. જોકે મૃત્યુના મામલે છેલ્લા ત્રણ દિવસથી રાહ જોવા મળી છે.

 જામનગર શહેર અને જિલ્લામાં કોરોના ના કેસો એકાએક બમણા થયા છે અને સોમવારથી કોરોનાના કેસ ડબલ ફિગરમાં આવી ગયા છે. જેમાં ગઈકાલે જામનગર શહેરમાં એકી સાથે ૧૮ પોઝિટિવ કેસ નોંધાયા હતા. જેથી જામનગર શહેરમાં કોરોના પોઝિટિવ દર્દીઓનો આંકડો ૮,૦૭૦ નો થયો છે. જોકે ગ્રામ્ય વિસ્તારમાં રાહત થઈ છે અને માત્ર ૦૧ પોઝિટિવ કેસ નોંધાયો છે. જેથી જામનગર ગ્રામ્ય માં કોરોના સંક્રમિત દર્દીઓનો આંકડો ૨,૪૬૦ નો થયો છે. અને કુલ જામનગર જિલ્લામાં ૧૦,૫૩૦ લોકો કોરોના સંક્રમિત બન્યા છે.

 મૃત્યુના મામલે રાહ જોવા મળી છે. સોમવારે એક દર્દીનું મૃત્યુ થયું હતું, ત્યાર પછી છેલ્લા ત્રણ દિવસથી મૃત્યુના મામલે રાહત જોવા મળી છે. અને એક પણ દર્દીનું મૃત્યુ થયું નથી. જેથી જામનગર જિલ્લામાં કોરોના ના કારણે દર્દીઓના મૃત્યુ નો આંકડો ૧,૦૬૪ નો યથાવત રહ્યો છે.