દ્વારકા આચાર્ય સંઘની ફરિયાદ !


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : ચાલુ માસમાં રાજ્યમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ચુંટણીઓ છે ત્યારે દ્વારકા જીલ્લામાં મતદાન સ્થળ એકજ રાખવામાં આવતા મતદારો એવા આચાર્યો,શિક્ષકો તથા બિન શૈ.કર્મીઓમાં ભારે રોશની લાગણી ફેલાઈ છે.

ઓખા દ્વારકા કલ્યાણપુર બાકોડી જેવા દુરદુરના સ્થળેથી મતદારોએ પોતાના મત નાખવા ખંભાળીયા જીલ્લાના સ્થળે આવવાનું જેમાં ક્યાંક તો ૯૦ થી ૧૨૦ કિમીજેટલું અંતર હોય આચાર્ય સંઘ દ્વારકા જીલ્લા દ્વારા જીલ્લા તથા રાજ્યમાં ફરિયાદ કરવામાં આવી છે.

અગાઉ દ્વારકા કલ્યાણપુર માટે ભાટીયા અને ખંભાળીયા ભાણવડ માટે ખંભાળીયામાં રખાતા ૩૦/૪૦ કિમી કે તેથી થોડા વધુ અંતરમાં મતદારો મત નાખવા માટે પહોચી શકતા હતા આ વખતે બે કેન્દ્રને બદલે એક કેન્દ્ર કરાયું છે.

જોકે નવાઈની વાત એ છે કે કચ્છ જેવા જીલ્લામાં અંતરને ધ્યાનમાં રાખીને ચાર ચાર મતદાન કેન્દ્રો શરુ કરાયા છે ત્યારે દ્વારકા જીલ્લામાં ૧૨૦ કિમી હદ પણ કેન્દ્ર એકજ રખાતા રોષ ફેલાયો છે તથા તાકીદે યોગ્ય કરવા માંગ કરાઈ છે.