જામનગર તા ૮, જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં રહેતા એક યુવાનનું કિડનીની બીમારીમાં સપડાયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.
 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં કીર્તિ એપાર્ટમેન્ટમાં રહેતા ખેરાજ ભાઈ ઉર્ફે વિજયભાઈ જસાભાઈ માતંગ નામના ૪૨ વર્ષના યુવાનને કિડનીની બીમારી થઈ ગઈ હતી, અને તેની સારવાર ચાલી રહી હતી. અને છેલ્લા છ મહિનાથી તેના પર ડાયાલિસિસની પ્રક્રિયા કરવામાં આવી રહી હતી. જે સારવાર દરમિયાન ગઇકાલે તેની એકાએક તબિયત લથડતા મૃત્યુ નિપજયું છે. આ બનાવ અંગે પોલીસને જાણ કરતાં સીટી બી ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.