• દલિત તરુણી પર પાડોશી દંપતીએ હુમલો કરી સમાજ મા હલકા પાડવા હડઘુત કર્યાની ફરિયાદ

જામનગર મોર્નિંગ - જામનગર તા ૮, જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા વિસ્તારમાં રહેતી એક દલીત તરૂણીએ પોતાના ફળિયામાં બારી ફિટ કરવાના પ્રશ્ને પાડોશી દંપતીએ પોતાને માર મારી સમાજમાં હલકા પાડવા માટે હડધૂત કર્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવતાં ચકચાર જાગી છે.
 આ ફરિયાદના બનાવની વિગત એવી છે કે જામનગરમાં શંકર ટેકરી સુભાષ પરા શેરી નંબર -૨ માં રહેતી નિરાલીબેન દિલીપભાઈ વાઘેલા નામની ૧૭ વર્ષની તરુણી એ પોતાના પર હુમલો કરી પેટમાં લાત અને ઘૂસા મારવા અંગે તેમજ પોતે દલિત જ્ઞાતિના હોવાથી સમાજમાં હલ્કા પાડવા માટે હડધૂત કરવા અંગે પાડોશમાં રહેતા ભાવનાબેન ભરતભાઈ ભદ્રા અને તેના પતિ ભરતભાઈ ભદ્રા સામે ફરિયાદ નોંધાવી છે.
 સીટી-સી ડિવિઝન પોલીસે આ ફરિયાદના અનુસંધાને આઇ.પી.સી. કલમ ૩૨૩, ૨૯૪ (ખ), ૧૧૪, એસ્ટ્રોસીટી એક્ટ ૧૯૮૯ ની કલમ ૩(૧),(આર),૩(૧)(એસ),૩(૨),(૫)(એ) મુજબ ગુન્હો નોંધ્યો છે, અને તપાસ હાથ ધરી છે.
 ફરિયાદી નિરાલી બેન અને ભાનુશાલી દંપતી બાજુ બાજુમાં રહે છે. જેમાં ભાનુશાળી દંપતીએ પોતાના મકાનની બારી નિરાલી બેન ના ફળિયાના કાઢી હતી અને બારી ઉપર છજુ ભરવાનું કામ શરૂ કરી દીધું હતું. જે પ્રશ્ન બન્ને પરિવાર વચ્ચે ઝઘડો થયો હતો, અને આખરે મારામારીમાં પરિણમ્યો હતો. જે સમગ્ર મામલે સીટી-સી ડિવિઝન પોલીસ વધુ તપાસ ચલાવે છે.