જામનગર મોર્નિંગ - જામનગર તા.12 : જામનગર મહાનગર પાલિકાની ચૂંટણી અને પરિણામો બાદ આજે પ્રથમ બોર્ડ શહેરના ટાઉન હોલ ખાતે મળ્યું હતું. જેમાં નવા મેયર તરીકે બીનાબહેન કોઠારીની નિમણુંક થતા કોર્પોરેટર દ્વારા નવા મેયરને શુભેચ્છા પાઠવાઈ રહી હતી એ દરમિયાન જામનગર મહાનગર પાલિકાના વોર્ડ નંબર - 4 માં ઠેર - ઠેર પીવાના પાણી સાથે ગટરઓના પાણી ભરાતા હોવાની વાતને લઈને ત્યાંના કોર્પોરેટર રચનાબેન નંદાણીયા દ્વારા તે ગટરના પાણી બોટલમાં ભરીને નવા મેયર સામે સ્ટેજ પર બોટલ મૂકીને અનેરો અને અનોખો વિરોધ દર્શાવીને તાકીદે પ્રશ્નનું સમાધાન કરવા માટે રજૂઆત કરી હતી