જામનગર તા.૧૮, જામનગર શહેરમાં પોલીસે પાંચ હાટડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી બે શખ્સોને પકડી પાડયા છે. આ ઉપરાંત જોડિયા તાલુકાના બાદનપર માંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા છ શખ્સોને જોડિયા પોલીસે પકડી પાડયા છે.
 જામનગરમાં પાંચહાટડી વિસ્તારમાંથી જાહેરમાં વરલીના આંકડા લખી રૂપિયા ની હારજીત કરી રહેલા અશ્વિન ગભો નરસિંહભાઈ કાકુ, તેમ જ યુસુફ અબ્દુલ સત્તાર ફકીર ને જાહેરમાં વરલીના આંકડા લખવા અંગે પકડી પાડયા છે, અને તેઓ પાસેથી રૂપિયા ૩૫,૭૬૦ ની રોકડ રકમ અને વર્લીંના જુગારનું સાહિત્ય કબજે કર્યું છે. એલસીબીની ટીમે આ દરોડો પાડયો હતો.
 જુગારનો બીજો દરોડો જોડિયા તાલુકાના બાદનપર ગામ માં પાડવામાં આવ્યો હતો. ત્યાંથી ગંજીપાના વડે જુગાર રમી રહેલા રમેશ દેવજીભાઈ વાઘેલા, મનીષ રમેશભાઈ ઝિંઝુવાડીયા, ભૂરાભાઈ ભીખા ભાઈ ગમારા, પ્રવિણ વલ્લભભાઇ મેઘવાર, જગદીશ લાલજીભાઈ ચૌહાણ, અને રાજેશ નાનજીભાઈ પરમાર ની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૨,૭૬૦ ની રોકડ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.