જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ના જોધપુર નાકા વિસ્તારમાં આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા કેન્દ્ર સરકાર ની દિલ્લીમા એલજી પાસે વધુ સત્તા આપવા માં આવી જેના કારણે દિલ્લી માં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ની સત્તા ફક્ત નામની જ રહેવાની હોઈ ત્યારે આમ આદમી પાર્ટીના દેવભૂમિ દ્વારકા જિલ્લાના કાર્યકરો દ્વારા વિવિધ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ કરવામાં આવ્યો હતો અને જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા ત્યારે કહેતા ખાતો નથી ખાવા દેતો નથી જ્યારે હવે વડાપ્રધાન બન્યા બાદ કામ કરતો નથી અને કરવા દેતો પણ નથી તેવા આક્ષેપ સાથે વિરોધ કરવામાં આવ્યો હતો.

તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા