કાગળ પર ઓછા કેશ દેખાડી કોરોના નાબુદ કરવા માંગે છે ?


જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.૨૦ : રાજ્યમાં કોરોના પોઝીટીવ કેશના સંદર્ભમાં કોંગ્રેસ વિપક્ષના નેતાઓનો વારંવાર આક્ષેપ થાય છે કે કોરોના પોઝીટીવ કેશ વધારે છે પણ કાગળ લેવાતા નથી. તેનો પુરાવો સહિતનો કેશ દ્વારકા જીલ્લામાં ઇન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી બનતા આ મુદ્દો સમગ્ર જીલ્લામાં ચર્ચાસ્પદ બન્યો છે.

જીલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર રીતે ૧૯/૦૩/૨૧ની સ્થિતિએ આપેલી માહિતી મુજબ દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કોરોના એક્ટીવ પોઝીટીવ કેશોની સંખ્યા ચૌદ છે.

હવે નવાઈની વાત એ છે કે જનરલ હોસ્પિટલના કોવીડ વોર્ડમાં ૧૯/૦૩/૨૧ના દાખલ થયેલા દર્દીની સંખ્યા ૨૦ છે અને ઘેર આઈસોલેશનહોમમાં હોય તેવા દર્દી ૧૦ થી ૧૨ હોય રાજ્યના આરોગ્ય વિભાગની વેબસાઈટ પર પણ ૩૨ છે.જયારે દેવભૂમિ આરોગ્ય તંત્ર દ્વારા સત્તાવાર આકડામાં એક્ટીવ કેશની સંખ્યા ૧૪ દેખાડાય છે ! તો અઢાર દર્દીઓ જે ખરેખર કાગળ ઉપર એક્ટીવ જ છે તેને ના દેખાડીને આ ઇન્ચાર્જ જીલ્લા આરોગ્ય અધિકારી શું દેખાડવા માંગે છે ?

કોરોનાના કેશો ઓછા દેખાડીને ગતીમતા ઓછી દેખાડતા લોકો ડરવાને અને સાવચેતી રાખવાના બદલે ગંભીર ના થઈને રખડતા થાય છે તેવું આ અધિકારી કરવા માંગે છે ?

જીલ્લા પંચાયત દ્વારા જે રસીકરણના કેમ્પો થાય છે તેમાં પણ સ્ટાફ દ્વારા અયોગ્ય વર્તન થતું હોય હોવાની વ્યાપક ફરિયાદો પણ થઇ હતી તથા તાજેતરમાં ફેસબુક પર લાઇવ ફરિયાદ પણ એક અગ્રણીએ કરી હતી. સરકારી ચોપડે હોસ્પિટલમાં જ ૨૦ દર્દી પોઝીટીવ દાખલ થયેલ છે. ત્યારે એક્ટીવ કેશ ૧૪ દેખાડીને આ અધિકારી રંગે હાથ પકડાયા ઓછા દેખાડતા હોય આ મુદ્દો સમગ્ર જીલ્લામાં ભારે ચર્ચાસ્પદ બન્યો છે. છેવાડાના જીલ્લામાં ઇન્ચાર્જના થીગડાથી ચાલતા જીલ્લાના વડાનું કામ આવું જ હોય ને ! આ બાબતે ખંભાળીયાના બ્રહ્મ આગેવાન હિતેશભાઈ આચાર્યએ જીલ્લા કલેકટરને રજૂઆત કરી છે.

તસ્વીર - દેશુર ગઢવી, ખંભાળીયા