જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 : દેવભૂમિ દ્વારકા જીલ્લાના મુખ્ય મથક ખંભાળીયા ખાતે મહિલા સામખ્ય ટીમ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં જીલ્લા સુરક્ષા અધિકારી સોનલબેન વર્ણાગર,૧૮૧ માંથી સરલાબેન તેમજ કોન્સટેબલ સવિતાબેન તથા વન સ્ટોપ સખી સેન્ટર માથી કાજલબેન હાજર રહયા હતા. આજના આ કાર્યક્રમની શરૂઆત મહિલાઓના વિશેષણથી કરવામાં આવેલ. મહિલાઓના સર્વાંગી વિકાસ અને સશક્તિકરણ થાય તે મુદ્દે ચર્ચા કરવામાં આવેલ. આજના આ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ઉજવણીના ધ્યેય તેમજ હેતુ વિષે જીલ્લા સંકલન અધિકારી હર્ષાબેન પારેખ દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. સમાજ સુરક્ષા અધિકારી દ્વારા હિંસાના મુદ્દે પ્રકાશ પાડવામાં આવેલ,હિંસા એટેલે શું? હિંસાના પ્રકારો વિષે માર્ગદર્શન આપવામાં આવેલ. જેમાં મહિલા લક્ષી કાયદાઓ અંગે ઘરેલું હિંસા ભરણપોષણનો કાયદો, દહેજોનો કાયદો તેમજ મહિલાઓના હક્ક તેમજ અધિકાર અંગે માર્ગદર્શન આપવામાં આવેલ. ૧૮૧ દ્વારા તેઓની કામગીરી વિષે માહિતી આપવમાં આવેલ. વન સ્ટોપ સખી સેન્ટરના કાજલબેન દ્વારા તેઓની કામગીરી બાબતે માહિતી આપવામાં આવેલ. જીલ્લા રિસોર્સ પર્સન રીટાબેન પટેલ દ્વારા જીવનમાં શિક્ષણનું મહત્વ “ભણેલી દીકરી ૨ કુળ તારે તે બાબતે ચર્ચા કરેલ. આજના આ કાર્યક્રમમાં પ્રતિજ્ઞા લેવામાં આવેલ કે દરેક બહેનો તેમની દીકરીઓને ભણાવશે તેમજ તેઓને અધ્ધવચ્ચેથી ઉઠાવીશું નહિ તેમજ દીકરા અને દીકરીને સમાન ગણીશે. આજના કાર્યક્રમમાં આરોગ્ય વિભાગ માંથી બહેન જોડાયેલ તેઓએ કોરોના મહામારીની વેક્સીન બાબતે જાણકારી આપી તેમજ વેક્સીનનું મહત્વ સમજાવ્યું અને વિકસીન લેવા બહેનોને પ્રેરિત કરેલ. ગ્રામ્ય સ્તરની બહેનોને સારી કામગીરી કરવા બદલ સન્માન પત્ર આપી મહેમાનો દ્વારા સન્માનિત કરવામાં આવેલ. આજના આ કાર્યક્રમાં જીલ્લા રિસોર્સ પર્સન રીટાબેન પટેલ દ્વારા કાર્યક્રમનું સફળ સંચાલન કરવામાં આવેલ. તેમજ કલસ્ટર રિસોર્સ પર્સન સીમાબેન ચુડાસમા દ્વારા જહેેેમત ઉઠવામાં આવલે આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
0 Comments
Post a Comment