જામનગર તા ૧૮, જામનગર મહાનગરપાલિકાના નવ નિયુક્ત મેયર શહેરના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારીના વયોવૃદ્ધ માતૃશ્રી એ કોરોના વેક્સિન નો ડોઝ લીધો હતો, અને શહેરના તમામ સિનિયર સિટીઝનોને વેક્સિન મેળવી લેવા માટેની અપીલ કરી હતી. સાથોસાથ અન્ય કોર્પોરેટરના વડીલોએ પણ વેક્સિનેશન કરાવી લઇ શહેરીજનોને અપીલ કરી છે.

જામનગર મહાનગરપાલિકાના પ્રથમ નાગરિક બીનાબેન કોઠારીના માતૃશ્રી ચંદનબેન મહેતા (ઉ.વ.૭૪) એ આજે સવારે જોગર્સ પાર્ક નજીક આવેલા નિરાધાર આશ્રમ માં શરૂ કરાયેલા કોરોના વેંકશિન સેન્ટરમાં પહોંચી જઈ કોરોના વેક્સિન નો પ્રથમ ડોઝ મેળવ્યો હતો, અને શહેરીજનોને જેમાં ખાસ કરીને સિનિયર સિટીઝનોને વેક્સિન લગાવી લેવા માટેની અપીલ કરી હતી.
 આ ઉપરાંત અન્ય કોર્પોરેટર આશિષભાઈ જોશી ના માતૃશ્રી જ્યોત્સનાબેન જોષી (ઉંમર ૭૦) અને પિતા મનુભાઇ જોશી (ઉંમર વર્ષ ૮૧)એ પણ કોરોના વેકેશિન નો ડોઝ મેળવ્યો છે. જ્યારે અન્ય કોર્પોરેટર કિશનભાઇ માડમના માતૃશ્રી સવધીબેન હમીરભાઈ માડમ (ઉ.વ.૮૭) એ પણ કોરોના વેંકશિન નો ડોઝ મેળવી લઇ શહેરીજનોને વહેલી તકે વેક્સિનેશન કરાવી લેવાની અપીલ કરી છે.