- સ્થાનિક કોંગી નગરસેવિકા એ રોજકામ કરાવી વેચાણ અટકાવ્યું: વહીવટીતંત્ર સમક્ષ કરી ફરિયાદ
જામનગર તા ૧૮, જામનગરમાં નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી લોકોને સડેલા ઘઉં અને ચણા અપાતા હોવા થી લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો હતો. સ્થાનિક કોંગી નગરસેવિકા ને જાણ થવાથી તેઓએ સ્થળ પર પહોંચી જઈ દુકાનમાં જાતે રોજ કામ કર્યું છે, અને શહેરના મામલતદાર તેમજ પુરવઠા શાખા ને ફરિયાદ કરી યોગ્ય કાર્યવાહી કરવા ઉગ્ર માગણી કરી છે.
જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં આવેલી સસ્તા અનાજની દુકાનમાંથી સરકાર દ્વારા અપાતો ઘઉં અને ચણાનો જથ્થો સડેલો હોવાનું ધ્યાનમાં આવતાં લોકોમાં ફરિયાદ ઉઠી હતી. જે અંગેની જાણકારી મળતાં મહિલા કોંગી કોર્પોરેટર રચનાબેન નંદાણીયા સ્થળ પર પહોંચી ગયા હતા, અને ઘઉં અને ચણાનો જથ્થો વેચાણ કરતો અટકાવી જાતે જ રોજ કામ કર્યું હતું.
ઉપરાંત સડેલા અનાજ ના જથ્થાને જામનગર શહેર વિભાગના મામલતદાર તેમજ પુરવઠા અધિકારી સમક્ષ લઇ જવામાં આવ્યો છે, અને આ અંગે તાત્કાલિક યોગ્ય કરવા માટેની ઉગ્ર માંગણી કરી છે.
0 Comments
Post a Comment