જામનગર મોર્નિંગ - ગાંધીનગર તા.13 : ગુજરાત સરકારના ગૃહ મંત્રલાયમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર, મદદનીશ સબ ઇન્સ્પેક્ટર વિગેરે વર્ગ - 3 ની પોસ્ટ માટે પોલીસ ભરતી બોર્ડએ જાહેરાત કરી છે જેમાં વિવિધ પદ પર મળીને કુલ 1382 જગ્યા માટે ભરતી થનાર છે.
સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણ જાતિના લોકો અનુસૂચિત જનજાતિમાં સમાવિષ્ટ થાય છે. પરંતુ બે વર્ષ જેટલાં સમયથી તેઓના દસ્તાવેજ વેરિફિકેશનના નામે સરકાર દ્વારા મોટો વિવાદ ચાલવાઈ રહ્યો છે. જેમાં ગત લોકરકક્ષક દળની ભરતીમાં પાસ થયેલ 100થી વધારે પુરુષ અને સ્ત્રી ઉમેદવારોને અનુસૂચિત જનજાતિના મેરીટમાં આવતા હોવા છતાં ઓર્ડર અપાયા નથી. ત્યારે આ વખતે તા.16 થી તા.31મી માર્ચ સુધી ફોર્મ ભરાશે જેમાં સૌરાષ્ટ્રના ગીર, બરડા અને આલેચના રબારી, ભરવાડ અને ચારણ સમાજના ઉમેદવારો જેમાં પણ ખાસ કરીને રબારી સમાજના ઉમેદવારો વધારે છે તેઓએ કઈ કેટેગરીમાં અરજી ફોર્મ ભરવુ તે મોટી મૂંઝવણ છે!