જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.09 : ખંભાળીયા - દ્વારકા નેશનલ હાઇવેની કામગીરીમાં ખંભાળીયાના કુવાડવા ગામ પાસે રોડમાં સંપાદીત થતી જમીનોમાં ખેડૂતોને વળતર ચૂકવ્યા વગર નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હથિયારધારી પોલીસના કાફલા સાથે કામગીરી શરૂ કરાતા મોટો દેકારો મચ્યો હતો.

ખેડૂતોએ સાંસદ પૂનમ માડમને હકીકત અંગેની જાણ કરતા તાકીદે સાંસદ દોડી આવ્યા હતા અને હાજર અધિકારીઓ પાસે ખેડૂતોને રકમ ચૂકવ્યા અંગેની વિગતો માંગતા તે ના મળી આવતા સાંસદએ અધિકારીઓને વેધક પ્રશ્નો પૂછીને ઉધડા લીધા હતા.
બાદમાં નેશનલ હાઇવે ઓથોરિટી અને કલેક્ટર સાથેની સાંસદની લાંબી બેઠક બાદ આગામી 15 દિવસ સુધી ખેડૂતોને વળતર મળે ત્યાં સુધી કામગીરી બંધ રાખવાનો નિર્ણય લેવાયો હતો.