જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.09 : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના નું સંક્રમણ વધી રહ્યું છે દિવસે ને દિવસે કોરોના ના કેસો વધ્યા છે ત્યારે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં હવે લોકો સ્વૈચ્છિક લોકડાઉન તરફ વળી રહ્યા છે અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલ સઈ દેવળીયા , લાંબા , ભોગાત , કાનપર શેરડી , સામોર , પટેલકા , રણજીત પુર , કાટકોલા , બાકોડી , ભાટીયા સહિતના ગામો માં આંશિક લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે જેમાં ગામોના સરપંચ અને વેપારી આગેવાનો સહિત ગ્રામપંચાયત ના સદસ્યો સાથે બેઠક કરી સ્વેચ્છાએ લોકડાઉન કરી રહ્યા છે બીજી તરફ દેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક એવા ખંભાળીયામાં અને ભાણવડ શહેરમાં પણ આંશિક લોકડાઉન હાલ તમામ વેપારી મંડળો અને વિવિધ એસોસિએશન દ્વારા જાહેર કહેવામાં આવ્યું છે ત્યારે મહત્વનું છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કોરોના ના પોઝીટીવ કેસો વધુ પ્રમાણ માં આવતા હોય ત્યારે સંક્રમણ ને ફેલાતું અટકાવવા લોકો સ્વેચ્છાએ લોકડાઉન તરફ આગળ વધ્યા જ્યારે તંત્ર દ્વારા પણ તકેદારીઓ રખાઈ રહી છે અને દ્વારકા જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેલન્સ ની કામગીરી હાથ ધરવામાં આવી છે બીજી તરફ ધન્વંતરી રથ પણ મુકવામાં આવ્યા છે અને વધુ માં વધુ ટેસ્ટિંગ થાય તે રીતે કામગીરી શરૂ કરાઇ છે જેમાં હાલ RT - PCR ટેસ્ટ પર વધુ ભાર અપાઈ રહ્યો છે અને દરરોજ ના હાલ એક હજાર જેટલા ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે અને કોરોના ની મહામારી ને પહોંચી વળવા માટે કોવિડ ના દર્દીઓને બેડ ની સુવિધાઓ પણ વધારી દેવાઈ છે જેમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ની ખંભાળીયા ની જનરલ હોસ્પિટલમાં150 બેડ , જ્યારે દ્વારકા ની સરકારી હોસ્પિટલમાં 14 જેટલા બેડ ની વ્યવસ્થા કરાઈ છે અને ખંભાળીયા માં જો કોઈ વ્યક્તિ ને ખાનગી હોસ્પિટલમાં સારવાર મેળવવા માંગતા હોય તો સ્વ ખર્ચે તેઓ સાકેત હોપસીટલ માં પણ 50 બેડ ની વ્યવસ્થા કરાઈ છે જેથી લોકો ને સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા કરાઈ છે ત્યારે હાલ કોરોના ની મહામારી એ ફરી માથું ઊંચક્યું છે ત્યારે તંત્ર દ્વારા તમામ પ્રકરે લોકો ને અગવડ ન પડે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
0 Comments
Post a Comment