જામનગર મોર્નિંગ - દ્વારકા તા.02 : સમગ્ર ગુજરાતમાં સસ્તા અનાજના વેપારીઓ ગુજરાત સરકાર પાસેથી સરકારી ધારા ધોરણ પૂજન અનાજ લઈને રાશન કાર્ડ મુજબ લોકોને દર મહિને રશનનું અનાજ પૂરું પાડે છે.પરંતુ છેલ્લા કેટલાય સમયથી આ વેપારીઓ નાં જણાવ્યા પ્રમાણે સરકાર દ્વારા આ કામગીરી બદલ જે કમિશન આપવામાં આવે છે તે ખૂબ ઓછું છે.એક વેપારીને ગણતરી મુજબ આદાજે માત્ર 11 હજાર જેટલું કમિશન મળે .જેની સામે આ કામગીરી બદલ વેપારીઓને લગભગ 15 થી 20 હજાર રૂપિયા જેટલો ખર્ચો આવી જાય છે.જેમાં ચોપડા,બિલ, લાઈટ, વજન કાંટા, માણસો નો પગાર આ તમામ પ્રકારના ખર્ચ સામે આ કમિશન ખૂબ ઓછું છે.માટે  આજે દ્વારકા તાલુકા 30 જેટલા સસ્તા અનાજના વેપારીઓ એ સરકારની શોષણ નીતિ સામે બે મૂઠી અનાજ ભીખ માંગી વિરોધ દર્શાવ્યો હતો.

તસ્વીર - દેશુર ગઢવી