• રાત્રી કર્ફ્યુ ને લઈને બસની કેબિનમાં જ બેસીને જમવા અને સુવા નો આવે છે વારો.

જામનગર મોર્નિંગ - જામનગર ૧૦, જામનગર શહેર માંથી અનેક ખાનગી લક્ઝરી બસના રૂટ ચાલે છે. સૌરાષ્ટ્ર ના જુદા જુદા વિસ્તારોમાં ઉપડતી ખાનગી લક્ઝરી બસો ઉપરાંત અન્ય જિલ્લાઓમાં પણ ખાનગી લક્ઝરી બસ કે જે સાત રસ્તા આસપાસના વિસ્તારમાંથી ઉપડે છે. અથવા તો ફરીથી ત્યાં જ આવે છે જે તમામ ખાનગી બસોનાં પૈડા રાત્રિના ૮.૦૦ વાગ્યા પછી થંભી જાય છે, અને ત્યાં જ તમામ બસો પાર્ક કરી દેવાઈ છે. જે બસના ડ્રાઇવર અને કલીનર સહિતનો સ્ટાફ પણ રાત્રી ના આઠ વાગ્યાથી પોતાના વાહનોમાં બેસી રહે છે, અને ટિફિન સહિતની ભોજન વ્યવસ્થા સાથે જ તૈયાર રાખે છે.

 આઠ વાગ્યા પછી બસો બંધ કરીને બસની કેબિનમાં બેસીને ડ્રાઇવર અને કલીનર વગેરેને ટિફિન મારફતે જમવા નો વારો આવે છે. એટલું જ માત્ર નહીં બસની અંદર જ રાતવાસો કરવાનો વારો આવ્યો છે. અને સવારે છ વાગ્યા પછી કર્ફ્યુ મુક્તિ બાદ બસની ટ્રીપો શરૂ કરવામાં આવે છે.

 જામનગર સાત રસ્તા વિસ્તારમાં ૧૫થી વધુ નાની મોટી લક્ઝરી બસ ના ડ્રાઈવર ક્લિનર વગેરે દ્વારા છેલ્લા ત્રણ દિવસથી આ પ્રકારની જ ભોજન અને સૂવા માટેની વ્યવસ્થા ગોઠવવાનો વારો આવ્યો છે.