જામનગર તા ૨, જામનગરમાં એસપી બંગલા ની સામે પેનોરમા કોમ્પ્લેક્સના પાર્કિંગમાં છ-સાત વર્ષથી પડયા પાથર્યા રહેતા અને ભિક્ષાવૃત્તિ કરીને જીવન જીવતા એક ભિક્ષુક નું બીમાર પડી ગયા પછી મૃત્યુ નિપજયું છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરના એસપી બંગલા રોડ પર પેનૉરમાં કોમ્પ્લેક્ષના પાર્કિંગ માં છેલ્લા સાત વર્ષથી રહેતા અને ભિક્ષાવૃતિ કરનારા રફીક ઉર્ફે હનફો ગામેતી નામના ૩૫ વર્ષના ભિક્ષુક ને છેલ્લા કેટલાક સમયથી વધરાવડ ની બીમારી થઈ ગઈ હતી, જેનો પોતે ઈલાજ કરાવતો ન હોવાથી ગઈકાલે તેનું મૃત્યુ નીપજયું છે.

 આ બનાવ અંગે પોલીસને જાણ કરાતાં સીટી બી ડિવિઝન પોલીસે તેના મૃતદેહનો કબજો સંભાળી વધુ તપાસ હાથ ધરી છે.