જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.10 : ખંભાળિયા પાલિકા દ્વારા રાહત ભાવે નાની તથા એક મોટી એમ્બ્યુલન્સ સેવા પૂરી પાડવામાં આવે છે જેમાં ૨૫ વર્ષથી ચાલતી સેવામાં ઓક્સિજનની સવલત ઉપલબ્ધ ના હતી. હાલ કોરોના મહામારીમાં દર્દીઓને જામનગર લઇ જવા માટે ઇમરજન્સીમાં આ સેવા ના મળે તો પરેશાની થતી હોય ગઈકાલે એક ઇમર્જન્સી કેશમાં ઓક્સિજન સાથે એમ્બયુલન્સ ના મળતા દોડાદોડી થઇ હતી.

પાલિકાના યુવાન જાગૃત મહિલા સદસ્ય રચનાબેન મોટાણીએ આ બાબતે પાલિકાના પદાધિકારીઓ પ્રમુખ ભાવનાબેન પરમાર, ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, તથા કારોબારી ચેરમેન હીનાબેન આચાર્ય એ તુરંત જ પાલિકા ચીફ ઓફિસર અતુલચંદ્ર સિન્હા તથા ડગરાભાઈ સાથે સંકલન કરીને માત્ર પાંચ જ કલાકમાં પાલિકાની બન્ને એમ્બયુલન્સમાં ઓક્સિજન કીટ તથા સ્ટેન્ડ સાથે ફિટિંગ કરાવીને આ સેવાઓ જનતાને મળે તે માટે ઉપલબ્ધ કરાવી હતી.

ખંભાળીયા પાલિકાની હવે બંન્ને એમ્બયુલન્સમાં ઓક્સિજન સુવિધા પણ પ્રાપ્ત થશે જેથી શહેરની જનતામાં રાહતની લાગણી ફેલાઈ છે તથા પાલિકા તંત્રની ઝડપી કામગીરીપ્રસંશા પાત્ર બની છે.