• મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનાર ૭ શખ્સો પકડાયા ક્રિકેટના સટ્ટાના ને લગતું સાહિત્ય કબજે
  • ક્રિકેટના સટ્ટાના દરોડામાં છ આરોપીઓને ફરારી જાહેર કરાયા: જેમાં એક આરોપી નું કનેક્શન દુબઈનું નીકળ્યું


 જામનગર તા ૩૦, જામનગર શહેર અને જિલ્લામાં ક્રિકેટના જુગારની મોસમ પુરબહારમાં ખીલી છે, અને ક્રિકેટના સટોડિયાઓ મેદાને પડયા છે. તેની સામે પોલીસ તંત્રએ પણ લાલ આંખ કરી છે. જામનગર શહેરમાં ત્રણ સ્થળે તેમજ સિક્કા અને જામજોધપુરમાં બે સ્થળ સહિત કુલ પાંચ સ્થળે ગઇકાલના દિવસ દરમિયાન પોલીસે ક્રિકેટના સટ્ટાના દરોડા પાડયા હતા, અને ૭ આરોપીઓની અટકાયત કરી લીધી છે. જ્યારે તેઓની સાથે ક્રિકેટનો સટ્ટો રમનાર અન્ય ૬ આરોપીઓ નાં નામ ખુલ્યા છે. જેમાં એક આરોપી દુબઈ નો હોવાનું પણ જાહેર કરાયું છે.

 જામનગર શહેરમાં આઈપીએલની ક્રિકેટ મેચ પર મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા શખ્સોની સંખ્યા વધી ગઈ છે, જેની સામે જામનગર શહેર નું પોલીસ તંત્ર પણ એલર્ટ બની ગયું છે. લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ તેમજ પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે ગઈકાલે જામનગર શહેરમાં જુદાજુદા ત્રણ સ્થળોએ ક્રિકેટના દરોડા પાડયા હતા, અને ત્રણ આરોપીઓની અટકાયત કરી લઈ અન્ય ૪ ને ફરી જાહેર કર્યા છે જેમાં એક આરોપી દુબઈ નો રહેવાસી હોવાનું જાહેર થયું છે.

 જામનગરમાં જયશ્રી સિનેમા વાળી શેરીમાંથી જાહેરમાં મોબાઈલ ફોન મારફતે ક્રિકેટનો સટ્ટો રમનારા પ્રશાંત પ્રતાપભાઈ ચૌહાણ ને પેરોલ ફર્લો સક્વૉર્ડ ની ટીમે પકડી પાડયો હતો, અને તેની પાસેથી મોબાઇલ ફોન તેમજ ક્રિકેટ ના સટ્ટા ને લગતું સાહિત્ય કબજે કર્યું હતું.

 પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દરમિયાન તેણે પોતાના મોબાઈલ ફોનમાં જામનગરના રાજેશ ગોહિલ નામના શખ્સ પાસેથી ક્રિકેટની આઈડી મેળવી હતી, અને રાજેશ ગોહિલે તે ક્રિકેટ ની આઇડી દુબઈમાં રહેતા અને મૂળ જામનગરનાં રવિ નામના શખ્સ પાસેથી મેળવી હોવાનું જાહેર થયું હતું જેથી પોલીસે રાજેશ ગોહિલ તેમજ હાલ દુબઈ ના રહેવાસી રવિ ને ફરારી જાહેર કર્યા છે, અને તેઓની શોધખોળ હાથ ધરી છે.

 ક્રિકેટના સટ્ટા અંગેનો બીજો દરોડો પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે સુપર માર્કેટ વિસ્તારમાં પાડયો હતો. અને ત્યાંથી જાહેરમાં પોતાની મોબાઇલ ફોનની ક્રિકેટ ની આઈડી પર આઈપીએલની મેચ મા ક્રિકેટનો સટ્ટો રમવા અંગે ધીરેન ઉર્ફે માડમ હિંમતભાઈ ફલ ને પકડી પાડ્યો હતો, અને તેની પાસેથી મોબાઇલ ફોન તેમજ રોકડ રકમ વગેરે કબજે કર્યા હતા.

 જે શખ્સ ની પૂછપરછ દરમિયાન પોતે જામનગરના ભાણુભા નામના શખ્સ સાથે ક્રિકેટના સોદાની કપાત કરતો હોવાનું કબૂલતાં તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરી છે.

 જામનગર શહેરમાં ક્રિકેટના સટ્ટાના નો ત્રીજો દરોડો જામનગરની લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમે કિશાન ચોક વિસ્તારમાં પાડયો હતો. જ્યાંથી જાહેરમાં પોતાના મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમનારા મનસુખ મણીલાલ કનખરા નામના ૬૨ વર્ષના શખ્સને પકડી પાડયો હતો, અને તેની પાસેથી મોબાઇલ ફોન અને રોકડ રકમ સહિત રૂપિયા ૧૨,૧૦૦ ની મલમત્તા કબજે કરી હતી.

 જેની પૂછપરછમાં તેની સાથે ક્રિકેટ ના સટ્ટા ની કપાત જામનગરના દિગ્વિજય પ્લોટ વિસ્તારમાં રહેતા સુભાષ કેશવભાઈ જોઇસર નામના શખ્સ સાથે કરતો હોવાનું કબુલતા તેને ફરારી જાહેર કરી શોધખોળ હાથ ધરાઇ છે.

 ક્રિકેટના સટ્ટાનું દુષણ સિક્કા સુધી પહોંચ્યું હતું, અને સિક્કામાંથી જાહેરમાં આઈપીએલની મેચ પર ક્રિકેટનો સટ્ટો રમનારા ભરત જીવણભાઈ જોગલ તેમજ અકબર હાસમ ભગાડ નામના બે શખ્સોને પકડી પાડયા હતા, અને તેઓ પાસેથી ક્રિકેટના સોદાની ચિઠ્ઠી કબજે કરી હતી.

 જામજોધપુર ટાઉનમાંથી પણ ક્રિકેટ સટ્ટા અંગેનો દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં માર્કેટીંગ યાર્ડના ગેટ પાસેથી પોતાના મોબાઇલ ફોન પર ક્રિકેટનો સટ્ટો રમનારા કાળુભાઈ અરશીભાઈ કણેત તેમજ લખમણભાઇ રાણાભાઈ ધારાણી નામના બે શખ્સોને પોલીસે પકડી પાડી તેઓની પાસેથી રોકડ રકમ અને મોબાઈલ ફોન વગેરે સહિત રૂપિયા ૧૫,૩૦૦ની માલમતા કબજે કરી લીધી હતી.

આ ઉપરાંત પોલીસ પૂછપરછ દરમિયાન તેઓ સાથે ગોરખડી ગામના ભરતભાઈ ગઢવી અને જામ ખંભાળિયા ના દાદુભાઇ ગઢવી ક્રિકેટના સોદાની તપાસ કરતા હોવાથી તેઓને ફરારી જાહેર કરાયા છે.