જામનગર તા. ૯,   જામનગર માં વિકાસ કામો માટે રૂ. ૧ર કરોડ તેમજ ભૂજિયા કોઠાના રેસ્ટોરેશન માટે વધુ ૧૦ કરોડ ની રકમ સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.

        ગુજરાત મ્યુનિ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી એ વિવિધ વિકાસ કામો માટે સ્વર્ણિમ જયંતી મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અન્વયે જામનગર મહાનગરપાલિકાને રૂપિયા ૧ર કરોડ ૩૪ લાખની રકમ ફાળવી છે.

ઉપરાંત ભૂજિયા કોઠાના રેસ્ટોરેશન માટે રૂપિયા ૧૦ કરોડની રકમ ફાળવી છે. આ પહેલા પણ રૂપિયા ૮ કરોડ ફાળવાયા હતાં અને આગામી સમયમાં હજુ પાંચ કરોડ ફાળવાશે, કારણ કે ભૂજિયા કોઠા માટે કુલ ર૩ કરોડનું કામ મંજુર થયું છે.