જામનગર તા ૨૬, જામનગર શહેરમાં કોરોના નું સંક્રમણ ખૂબ જ વધી ગયું હોવાથી વેપારી સંસ્થાઓ દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી રહી છે. જેના ભાગરૂપે જામનગરના ગ્રેઇન માર્કેટ ના વેપારીઓ દ્વારા દરરોજ સવારે ૮ થી બપોરે બે વાગ્યા સુધી જ વેપાર ધંધા ચાલુ રાખી બાકીના સમય માટે સ્વૈચ્છિક લોકડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી. જેના અનુસંધાને આજે સોમવાર તારીખ ૨૬મી એપ્રિલથી ગ્રેઈન માર્કેટના વેપારીઓએ સ્વૈચ્છિક લોક ડાઉન નો અમલ શરૂ કર્યો છે, અને બપોરે બે વાગ્યા પછી થી ગ્રેઇન માર્કેટ ની તમામ દુકાનો સજ્જડ બંધ રહી છે. એક સપ્તાહ સુધી આ રીતે સ્વૈચ્છિક લોકડાઉન ને અનુસરીને વેપાર-ધંધા બંધ રાખવામાં આવશે ઉપરાંત શનિવાર અને રવિવારે તમામ વેપારીઓ પોતાની દુકાનો સમગ્ર દિવસ દરમિયાન બંધ રાખશે.