• ૧૦૮ની ની ટીમે ચેક કર્યા પછી ૬૦ વર્ષના બુઝુર્ગ ને મૃત જાહેર કર્યા: પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ

 જામનગર તા ૧૯, જામનગરના કડીયાવાડ વિસ્તારમાં રહેતું એક દંપતિ પોતાની દવા લેવા માટે ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવ્યું હતું, અને પત્ની કેસ કઢાવતા હતા, અને પતિ બારે ઓટલા પર બેઠા હતા. દરમિયાન તેઓ નું હૃદય બંધ પડી ગયું હતું. આ બનાવ અંગે તાત્કાલિક અસરથી ૧૦૮ને જાણ કરાતા ૧૦૮ની ટુકડીએ સ્થળ પર પહોંચ્યા પછી તેઓને મૃત જાહેર કર્યા હતા. જે મામલે પોલીસ તપાસ ચલાવે છે.

 આ બનાવની વિગત એવી છે કે જામનગરમાં કડીયાવાડ વિસ્તારમાં રહેતા રમેશભાઇ કલ્યાણજીભાઈ આનંદ નામના ૬૦ વર્ષના બુઝુર્ગ પોતાના પત્ની કમળાબેન (ઉંમર વર્ષ ૫૨) સાથે દવા લેવા માટે ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર આવ્યા હતા. જેમાં કમળાબેન અંદર કેસ કઢાવતા હતા. જ્યારે રમેશભાઈ બહાર ઓટલા પર બેઠા હતા, અને એકાએક બેશુદ્ધ થઈને ઢળી પડ્યા હતા.

 જેથી ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબોની ટીમ માં દોડધામ થઇ હતી. તેઓએ તાત્કાલીક અસરથી ૧૦૮ની ટીમને મદદ માટે પણ બોલાવી લીધા હતા. પરંતુ રમેશભાઈનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યુ હતું. આ મામલે પોલીસને જાણ થવાથી રમેશભાઈના મૃતદેહનો કબ્જો લઈ તેઓના ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. સમગ્ર મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે. જેઓનું હૃદય બંધ પડી જવાના કારણે મૃત્યુ નિપજ્યાનું જાહેર થયું છે.