• જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ દ્વારા પ્રભારી મંત્રી જવાહર ચાવડાને લેખિતમાં મુદ્દાવાઈઝ પત્ર લખીને વહેલી તકે રાજ્ય સરકાર મારફત ખૂટતી સુવિધા પુરી પાડવા વિંનતી કરાઈ.

જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.18 : દેવભૂમિ દ્વારકા જીલ્લામાં પણ વકરતા જતા કોરોના કહેરને નિયંત્રણમાં લાવવા માટે પ્રભારી મંત્રી જવાહરભાઈ ચાવડાના અધ્યક્ષસ્થાને કલેક્ટર કચેરી ખાતે બેઠક મળી હતી. જે બેઠક દરમિયાન જીલ્લા ભાજપ પ્રમુખ ખીમભાઇ જોગલ દ્વારા મૌખિક તથા લેખિતમાં પ્રભારી મંત્રીને જીલ્લામાં કોવીડની સારવારમાં ખૂટતા સાધનો, દવાઓ અંગે રજૂઆત કરાઈ છે જેમાં ( ૧ ) ખંભાળિયા ખાતે મુખ્ય સિવિલ હોસ્પીટલમાં હાલ કોવિડ માટે ૧૭૦ બેડ ઉપલબ્ધ છે . જેમા રપ વેન્ટીલેટર , ૮૫ સાદુ ઓકસીજન , સામાન્ય બેડ ઉપલબ્ધ છે . જેમા વેન્ટીલેટર બેડની સંખ્યા વધારવી જરૂરી છે . તેમજ જિલ્લામાં દ્વારકા ખાતે ૨૦ , સલાયા , કલ્યાણપુર , રાવલ અને ભાણવડ ખાતે ઓછામાં ઓછા ( COMP - 19 ) ૧૦-૧૦ બેડની ( O2 ) સાથે સુવિધા ઉપલબ્ધ કરાવવી ખુબ જરૂરી છે . જેથી ખંભાળિયા મુખ્ય સિવિલ હોસ્પિટલે કોવિડના દર્દીઓનો ઘસારો ઓછો થઈ શકે અને દાખલ દર્દીઓની યોગ્ય સારવાર થઈ શકે . ( ૨ ) ખંભાળિયા મુખ્ય સિવિલ હોસ્પીટલ ખાતે હાઈફલો ઓકસીજન માટે Humidiy fire ની જરૂરીયાત છે અને સિવિલ હોસ્પીટલ સાથે ચર્ચા મુજબ ત્યાં જમ્બો ઓકસીજનની ૧00 બોટલ ઉપલબ્ધ કરાવવામાં આવે તો વધુ સુવિધા ઉપલબ્ધ થાય તેમ છે . ( ૩ ) ખાનગી હોસ્પિટલો દ્વારા દર્દીઓને સીટી સ્કેન કરાવવાનો આગ્રહ કરવામાં આવે છે . જેથી ત્યાં બીનજરૂરી ભીડ ઉભી થવાના કારણે સંક્રમણ થવાના ચાન્સ વધી જાય છે તેમજ ત્યાં સીટી સ્કેનના ભાવ પણ નિયત કરવો જરૂરી ( ૪ ) જિલ્લાની covid Desinegated હોસ્પીટલોમાં દર્દી માટે સારવારના દર પણ નકકી થવા જોઈએ અને જો શકય હોય તો ખાનગી કોવીડ માન્યતા પ્રાપ્ત હોસ્પીટલમા સરકારી કવોટાના બેડ રાખવા જોઈએ . ( ૫ ) રેમ્સીડીવીર ઈજેકશનો બાબત માન્યતા પ્રાપ્ત કવીડ હોસ્પીટલોના દર્દીઓ માટે આપવાના થાય તો તેની ચોકકસ માર્ગદર્શિકા બનાવવી જોઈએ અને એ માર્ગદર્શિકાઓ મુજબના ખાનગી હોસ્પીટલમાં દાખલ દર્દીઓ માટે જિલ્લામા ઈન્જકશનના ઉપલબ્ધ જથ્થા અનુસાર સરળતાથી મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવી અત્યંત જરૂરી છે . જેથી લોકોમા ફેલાતી ખોટી માન્યતાઓ દુર થાય . ( ૬ ) જિલ્લામાં સરકારી કોવીડ હોસ્પીટલો અને ખાનગી માન્યતા પ્રાપ્ત કવીડ હોસ્પીટલો દ્વારા જો શકય હોય તો , બેડની એવલીબીલીટીની જાણ લોકોને સરળતાથી થઈ શકે તેવી વ્યવસ્થા હોવી જોઈએ અથવા તો વહીવટીતંત્ર દ્વારા કંટ્રોલરૂમ સ્થાપી અને સ્પેશીયલ હેલ્પ લાઈન નંબર રાખવો જોઈએ જેથી સરળતાથી બેડ ઉપલબ્ધ છે કે કેમ ? અને ઓકસીઝન ડીપેન્ડેન્ટ અને નોન ડીપેન્ડન્ટ દર્દીઓની માહીતી મળી રહે તેમજ દાખલ દર્દીઓનુ અપડેટ દિવસમાં બે વાર તેમના સગા વાલાને મળી રહે તેવી વ્યવસ્થા પણ હોવી જોઈએ . જેથી લોકોમાં ખોટુ પેનીક ઉભુ ન થાય ( ૭ ) ખંભાળિયા ખાતે હાલ સાકેત હોસ્પીટલ અને વ્રજ હોસ્પીટલને એમ માત્ર બે હોસ્પીટલોને ડેઝીગ્નેટેડ કોરીડ હોસ્પીટલની માન્યતા મળેલ છે.જેથી ખંભાળિયાની અન્ય ખાનગી હોસ્પીટલો જે યોગ્ય ઈન્ફાસ્ટ્રકચર ધરાવતી હોય અને કોવીડ દર્દીઓને સારવાર આપતી હોય તેને પણ માન્યતા આપવી જોઈએ જેથી જિલ્લાના દર્દીઓને જિલ્લામાં જ સારવાર મળી રહે . ( ૮ ) હાલમા RTPCR TEST સેમ્પલ જામનગર મોકલવામાં આવે છે જેની સુવિધા ખંભાળિયામાં જ ઉપલબ્ધ થાય તે જરૂરી છે . સરકારે RTPCR TEST ની કામગીરી ખંભાળિયા ખાતે તાજેતરમાં મંજુર કરાયેલ છે તે વ્યવસ્થા બને તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરવામા આવે તેના માટે યોગ્ય વ્યવસ્થા કરવી . હાલમા રેપીડ એન્ટીજન ટેસ્ટ અને RTPCR TEST માટે ત્રણ પ્રકારના લોકો ( ૧ ) ઓલરેડી કોવીડ પેશન્ટ ( ૨ ) કોવીડ પેશન્ટના સંપર્કમાં આવેલ લોકો કે જે માત્ર શંકાનુ નિદાન માટે ( ૩ ) જે સંક્રમીત નથી પરંતુ માત્ર મુસાફરીના હેતુસર રીપોર્ટ કરાવતા હોય છે . તો જે ઓલરેડી કોવીડ પેશન્ટ નથી અને બીજા બે પ્રકારના લોકો છે તેવા લોકો માટે રેપીડ એન્ટીજન ટેસ્ટ અને RTPCR TEST માટે જે લોકો માટે અમદાવાદની જેમ ડ્રાઈવ ૐ રીપોર્ટ સેન્ટરનું ડોમ બનાવવામા આવે તો સંક્રમણ ઓછું થઈ શકે અને એક જ જગ્યાએ ત્રણેય પ્રકારના લોકો ભેગા ન થાય તો કોવીડનુ સંક્રમણ ઓછુ ફેલાય શકે . ( ૧૦ ) જિલ્લાના પી.એચ.સી. સેન્ટરો અને સી.એચ.સી. સેન્ટરો ખાતે કોવીડના પ્રાથમીક લક્ષણો માટેના જરૂરી મેડીકલ દવાઓ અને સાધનો દા.ત. પલ્સ ઓકસીમીટર , થર્મલગન , સેનીટાઈઝર અને દવાઓ જરૂરીયાતની માત્રામા ઉપલબ્ધ કરી શકાય . ( ૧૧ ) હાલની કોરોનાની ગંભીર પરીસ્થિતીને ધ્યાને લતો ખંભાળિયા સરકારી હોસ્પીટલ ખાતે સીટી સ્કેન તથા સોનોગ્રાફી મશીન ઉપલબ્ધ કરાવવા જોઈએ તે માટેના રેડીયોલોજીસ્ટ ડોકટર્સ અને ટેકનીશીયનોને પણ તાત્કાલીક ડેપ્યુટેશન પર મુકવા હાલમાં અત્યંત જરૂરી છે . જેથી લોકો જામનગર અને ખાનગી હોસ્પીટલોમાં જતા ગરીબ દર્દીઓને ખર્ચામાંથી રાહત આપી શકાય . ( ૧૨ ) જિલ્લામા ઓકસીઝન સાથેની એબ્યુલન્સ ઉપલબ્ધ થાય તે પ્રકારની વ્યવસ્થા કરવી જોઈએ . ( ૧૩ ) ખંભાળિયા જનરલ હોસ્પીલમાં કોવીડની ડયુટીમાં પાંચ એમ.ડી. ડોકટરોની જરૂરીયાત હોય , તો એ પ્રકારના ડોકટર્સને ડેપ્યુટેશન પર મુકવામાં આવે તેવી તાત્કાલીક યોગ્ય વ્યવસ્થા ગોઠવવી જરૂરી જણાય છે . મૃત્યુદરના પ્રમાણને ધ્યાનમાં રાખીને પોસ્ટમોર્ટમ માટેના જરૂરી સ્ટાફની વ્યવસ્થા કરવી પણ જરૂરી જણાય છે તેમજ એનેસ્થેથીટીસ્ટ , પીડીયાટ્રીશન , ઈ.એન.ટી . સર્જનોની પણ હોસ્પીટલમા નિમણુકો કરવી જરૂરી છે . ( ૧૪ ) જિલ્લામાં લોક ભાગીદારી દ્વારા કોમ્યુનીટી કેર સેન્ટર અને કોવીડ હોસ્પીટલો ઉભી કરી શકાય જેથી સરકારી હોસ્પિટલો પર બીનજરૂરી બોજ ઓછો કરી શકાય જેવી બાબતો  અંગે રજૂઆત કરાઈ