• ૧ મહીના પહેલા જ ગુજરાત એ.ટી.એસ.ને આ ડ્રગ્સ બાબતે બાતમી મળતા સતત વોચ અને ચેકીંગમાં હતું દરમિયાન આજે મોટી સફળતા મળી છે.

જામનગર મોર્નિંગ - દ્વારકા તા.૧૫ : ગુજરાત એ.ટી.એસ. તથા દેવભૂમિ દ્વારકા જીલ્લા પોલીસ એસ.ઓ.જી.તથા ભારતીય તટ રક્ષકના સંયુક્ત ઓપરેશનમાં ૧૫૦ કરોડનો હેરોઈનનો જથ્થો પકડાયો જેમાં એક માસની ઉમરના સમયથી ચાલતું ઓપરેશન સફળ થયું છે.

એ.ટી.એસ.ના હોશિયાર અને બાહોસ ડી.વાય.એસ.પી.રોઝીયા તથા દ્વારકા જીલ્લા એસ.ઓ.જી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.ડી.પરમારને મળેલી બાતમી મળેલી કે દ્વારકાથી કચ્છના દરીયા કાંઠા પાસે નિર્જન ટાપુ વિસ્તારમાં હેરોઈનનો કરોડોનો જથ્થો ઉતારવાનો છે. આ બાતમી પરથી આઈ.એમ.બી.એસ.ની પાસે દ્વારકાથી કચ્છ જતા અખાત પર મહીના થી વો,ચેકીંગ,પેટ્રોલીંગ કરાતું હતું જેમાં આજે વહેલી સફળતા મળતા ૩૦ કિલો હેરોઈન જેની આંતરરાષ્ટ્રીય કિમંત ૧૫૦ કરોડ જેટલી થાય છે તે તથા બોટ સાથે આઠ પાકિસ્તાની ખલાસીઓને પકડ્યા છે તથા જથ્થો કચ્છમાં લઇ જઈને જોઈન્ટ એજન્સીઓ દ્વારા કાર્ય શરુ કરાયું છે.

૧૫૦ કરોડના પકડાયેલા ડ્રગ્સમાં દ્વારકા એસ.ઓ.જી.ની મહત્વની ભૂમિકા રહી છે.