જામનગર તા ૮, જામનગર તાલુકાના સિક્કામાં જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા ચાર શખ્સોને પોલીસે પકડી પાડયા છે, અને રોકડ રકમ તેમજ જુગારનું સાહિત્ય કબજે કર્યુ છે.

 જામનગર તાલુકાના સિક્કામાં ગઈ રાત્રે જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા સલીમ દાઉદ ભાઈ હુંદડા, જાકૂબ સાલેમામદ ભટ્ટી, અકબર કાસમભાઈ સુંભણીયા અને શબ્બીર ઈસાભાઈ હુંદડા વગેરે ચાર શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૧૦,૩૦૦ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.