જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.08 :  ખંભાળીયા તાલુકાના દરિયા કાંઠા વિસ્તારમાં આવેલ નાના આસોટા તથા બેહ ગામ વિસ્તારમાં સાગર રક્ષક દળ તરીકે ફરજ બજાવતા 58 જેટલા કર્મીઓ ખંભાળીયાના પી.આઈ વાગડીયાને એક લેખિત પત્ર પાઠવી રજુઆત કરી હતી કે કોરોનાની મહામારીમાં 6 માસ જેટલા સમયથી રહેણાંક મકાનથી 40 કી.મી. દૂર ફરજ બજાવતા હોય. જેમાં SRD કર્મીઓને મળતું વેતન ખુબજ ઓછુ છે તેમજ કર્મીઓ પોતાના રહેણાંકોથી રોજબરોજ અપડાઉન કરી શકતા નથી. અને કર્મીઓનેને એક દિવસનું વેતન 230 રૂપિયા આપવામાં આવે છે. જેમાં કર્મીઓને રોજબરોજનું આશરે 270 રૂપિયા જેટલો રોજબરોજનો ખર્ચ આવે છે. જેના કારણે કર્મીઓને નોકરી દરમ્યાન કોઈ રકમ બચવાને બદલે નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. તેમજ હાલ આશરે 58 જેટલા SRD કર્મીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં અમુક પાસે જ મોટર સાયકલ છે.  વધારે પડતા કર્મીઓ બસ કે અન્ય વાહન વ્યવહારમાં અવર - જવર કરે છે જેથી આવવા - જવામાં રોજના 100 રૂપિયા જેટલો ભાડું થાય છે તેમજ હાલ વિશ્વ આખામાં ચાલી રહેલ કોરોના મહામારીમાં કર્મીઓની પણ કોઈ ગેરેન્ટી નથી અને  કોઈપણ કારણોસર કર્મીઓ કોરોના પોઝીટીવ થશે  તો તેના  પરિવારમાં પણ  ફકત એક જ કમાનાર વ્યકિતઓ છે. આથી SRD કર્મીઓને પરત પોતાના લેન્ડીંગ પોઈન્ટ એટલે કે સરકારી ગાઈડલાઈન મુજબ તેમના રહેણાંકોથી જેટલા કિલોમીટરની રેન્જમાં તેઓને ફરજ બજાવવાની થાય તેટલી રેન્જમાં તેઓ તમામ કર્મીઓ ફરજ બજાવવા અંગેનો યોગ્ય હુકમ થાય તેવી માંગ કરી હતી.