જોડીયા તા ૧૯, જામનગર જિલ્લાના જોડિયા સુધી કોરોનાનુ સંક્રમણ વધી ગયું હોવાથી જોડીયા ની રેફરલ હોસ્પિટલમાં જ કોરોના ના દર્દીઓ ને પ્રાથમિક સારવાર મળી રહે તે માટેની સુવિધા ઉભી કરવામાં આવી છે, અને કોરોના ના દર્દીઓ માટે ના ૨૦ બેડ તૈયાર કરી લેવાયા છે.
જોડીયા ટાઉન અને આસપાસના ગામડા વિસ્તારમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે, અને બીજી કોરોના ની લહેર ના કારણે અનેક લોકો સંક્રમિત થઈ રહ્યા છે. આવા સંજોગોમાં જોડીયા ની રેફરલ હોસ્પિટલમાં કોરોના ના દર્દીઓને સારવાર મળી રહે તેના ભાગરૂપે જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગ દ્વારા પ્રાથમિક સુવિધા શરૂ કરી દેવામાં આવી છે, અને જોડીયામાં યુદ્ધના ધોરણે ૨૦ બેડ તૈયાર કરી લેવામાં આવ્યા છે. જેમાં ડો. વિરેન્દ્ર કુમાર ની દેખરેખ હેઠળ દર્દીઓને દાખલ કરી દેવામાં આવ્યા છે, અને તેઓની સારવાર ચાલી રહી છે.
0 Comments
Post a Comment