જામનગર મોર્નિંગ - ખંભાળીયા તા.07 : ભારત સરકારનાં શિક્ષા મંત્રાલય હેઠળ કામ કરતી સ્વાયત સંસ્થા નવોદય વિધાલય સમિતિ દ્વારા ચલાવાતી જવાહર નવોદય વિદ્યાલયોની વર્ષ ૨૦૨૧- રર માટે ધોરણ -૬ માં પ્રવેશ મેળવવા માટેની પસંદગી પરીક્ષા તારીખ : ૧૬.૦૫.૨૦૨૧ ને રવિવારનાં રોજ સવારે ૧૧-૩૦ કલાકે દ્વારકા જીલ્લામાં લેવામાં આવવાની હતી , પણ વહીવટી કારણોથી સ્થગિત રાખવામાં આવી છે . પુનઃ સુનિશ્ચિત તારીખ , પસંદગી પરીક્ષાની તારીખના ઓછામાં ઓછા 15 દિવસ પહેલા સૂચિત કરવામાં આવશે.