જામનગર તા ૩, જામનગરની સરકારી જી.જી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડીંગ પરિસરમાં ભારે દર્દીઓનો ધસારો જોવા મળ્યો હતો, અને અનેક દર્દીઓ એમ્બ્યુલન્સ તેમ જ ખાનગી વાહનમાં સારવાર કરાવવા માટે કતારમાં જોવા મળતા હતા. જેનું ચિત્ર આજે બદલાયું છે, અને હોસ્પિટલ પરિસરમાં માત્ર ગણતરી પૂર્વકની જ એમ્બ્યુલન્સ રહી છે, અને તેમાં દર્દીઓને સારવાર અપાઈ રહી છે.

 સાથે સાથે જીજી હોસ્પિટલ માં બેડ ખાલી થાય એટલે તરત જ દર્દીઓને એમ્બ્યુલન્સમાંથી વોર્ડમાં શિફ્ટ કરવામાં આવી રહ્યા છે.

 જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ થોડું ઘટ્યું હોવાથી કોવિડ હોસ્પિટલ પરથી ભારણ ઓછું થયું છે. ઉપરાંત જી.જી.હોસ્પિટલમાં શનિ-રવિ ના દિવસો દરમિયાન ૬૦૦થી પણ વધુ દર્દીઓને રજા મળી હોવાના કારણે બેડ ખાલી થયા હોવાથી દર્દીઓને તાત્કાલીક સારવાર મળી રહી છે. જેના પરિણામ સ્વરૂપે હોસ્પિટલ પરિસરમાં એમ્બ્યુલન્સ સહિતના વાહનોની કતાર ઘટી ગઈ છે, અને જામનગર માટે ખૂબ જ રાહત ના સમાચાર છે.