• જી.જી હોસ્પિટલ ના ૬૦ જેટલા નર્સિંગ સ્ટાફ પણ કોરોના સંક્રમિત: ૩૦ હોમ આઇસોલેશન માં: જ્યારે ૩૦ જીજી માં દાખલ


જામનગર તા ૭, જામનગરની જિલ્લા જેલમાં પણ કોરોના ઘુસ્યો છે, અને એક મહિલા કેદી સહિતના નવ કેદીઓ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી તમામને જીજી હોસ્પિટલના પ્રિઝન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત જામનગરની જીજી હોસ્પિટલ ના કોવિડ બિલ્ડિંગમાં ફરજ બજાવી રહેલા ૬૦થી વધુ નર્સિંગ સ્ટાફ કોરોના સંક્રમિત બની ગયા છે. જે પૈકીના ૩૦ કર્મચારીઓ હોમ આઇસોલેશન માં છે, જ્યારે ૩૦ જેટલા કર્મચારીઓને જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.

 જામનગર શહેર અને જિલ્લામાં કોરોના નું સંક્રમણ બેકાબુ બન્યું છે. ત્યારે ધીમે ધીમે કોરોના પગ પસારતો જાય છે, અને છેક જામનગરની જિલ્લા જેલમાં પણ કોરોના એ ઘૂષણ ખોરી કરી લીધી છે. જેલમાં કાચા અને પાકા કામના કેદી તરીકે રહેલાં ૪૮૩ કેદી પૈકી એક મહિલા સહિતના નવ કેદીઓ કોરોના સંક્રમિત બની ગયા હોવાથી તમામને જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ વોર્ડ માં દાખલ કરવામાં આવ્યા છે, અને તમામની સારવાર ચાલી રહી છે જામનગરની જી.જી હોસ્પિટલ ના કોવિડ પરિસરમાં ફરજ બજાવતા ૬૦થી વધુ નર્સિંગ સ્ટાફ ના કર્મચારીઓ છેલ્લા એક સપ્તાહ દરમિયાન કોરોના સંક્રમિત બની ગયા છે. જે પૈકી ૩૦ કર્મચારીઓને જી જી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે બાકીના ૩૦ જેટલા કર્મચારીઓ કે જેઓને હાલમાં હોમ આઈસોલેશનમાં મુકી દેવામાં આવ્યા છે, અને તેઓની ઘરમાં સારવાર ચાલી રહી છે.