• એક જૂથના ત્રણ યુવાનો પર સાત જેટલા શખ્સોએ તલવાર છરી અને ધોકા વડે હુમલો કર્યાની ફરિયાદ

 જામનગર ૫, જામનગરમાં લાલવાડી વિસ્તારમાં જુના મનદુઃખ ના કારણે બે જૂથ વચ્ચે તકરાર થયા પછી ત્રણ યુવાનો પર તલવાર -છરી અને ધોકા વડે હુમલો કર્યો હતો. જે હુમલા અંગે સાત શખ્સો સામે સીટી એ ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

 આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે જામનગરમાં લાલવાડી જૂના આવાસ બ્લોક નંબર ૪૬/૧ માં રહેતા ઈકબાલભાઈ સમા નામના ૨૧ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાના મિત્ર સાહિલ તથા અન્ય એક યુવાન પર તલવાર છરી અને ધોકા વડે હુમલો કરી ઇજા પહોંચાડવા અંગે સદામ સુમરા, સલીમ સુમરા, ઈમ્તિયાઝ ઉર્ફે સમીર, અબ્દુલ કરીમ સુમરા, અફઝલ ઉર્ફે ટીડો, નૉસાદ ઉર્ફે જોકર, અને આબિદ વાઘેર વગેરે સાત શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે.

 ફરિયાદી સમીર અને સાહિલ વગેરે આવાસ કોલોની વિસ્તારમાં પોતાના ઘર નજીક બેઠા હતા, જે દરમિયાન તમામ આરોપીઓએ હથિયાર સાથે આવી જૂની અદાવતનું મનદુખ રાખી ને હિચકારો હુમલો કરી દીધો હતો. જેમાં ત્રણેયને નાની-મોટી ઈજા થઈ હોવાથી જામનગરની જી.જી.હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે. પોલીસે સાતેય આરોપીઓ સામે હુમલા અને રાયોટીંગનો ગુનો નોંધી તમામની શોધખોળ હાથ ધરી છે.