• શહેરના જુદા જુદા વિસ્તારમાં ૧૫ સ્થળો પરથી વેક્સિન ના વિના મુલ્યે પ્રથમ ડોઝ અપાશે
  • ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારા નાગરિકોને જ સવારે ૯ થી ૬ દરમિયાન વેકસીન નો ડોઝ અપાશે


 જામનગર તા ૩૦, સમગ્ર ગુજરાત રાજ્યમાં ૧, મે થી ૧૮ વર્ષ થી ૪૫ વર્ષની વયજૂથના નાગરિકો માટે વેક્સિનેશન નો ત્રીજો તબક્કો શરૂ થઇ રહ્યો છે, ત્યારે જામનગર મહાનગરપાલિકા દ્વારા પણ તે અંગેની પુરતી તૈયારીઓ કરી લેવામાં આવી છે, અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવનારા લોકોને જુદા જુદા સ્થળો પરથી વેંકશિનનો પ્રથમ ડોઝ મળી રહે તેની સંપૂર્ણ તૈયારી કરી લેવામાં આવી છે.

 જામનગર મહાનગરપાલિકા દ્વારા વિશ્રામ વાડી મેઘજી પેથરાજ સ્કૂલ, ઉપરાંત ગોમતીપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નાગનાથ ગેટ પાસે આવેલી શાળા નંબર ૧૫ ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેડી બંદર રોડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ગુલાબ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, પાનવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પટણીવાડ, સજુબા ગર્લસ હાઈસ્કૂલ, પાણાખાણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, વામ્બે આવાસ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નવાગામ ઘેડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, ફિઝિયોથેરાપી કોલેજ, કામદાર કોલોની પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બેડી બંદર રોડ રેલવે ફાટક પાસે ના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, નીલકંઠ નગર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, અને ઘાંચીવાડ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સહિતના ૧૫ સ્થળો પર થી રસીકરણ શરૂ કરવામાં આવશે.

 ૧૮ વર્ષ થી ૪૫ વર્ષની વય જૂથના નાગરિકોએ પોતાના મોબાઈલ મારફતે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. જેઓનું રજિસ્ટ્રેશન થઈ ગયું હશે તેઓને જ વેક્સિનેશન નો પ્રથમ ડોઝ અપાશે, અન્ય નાગરિકોને સ્થળ પર રજિસ્ટ્રેશન કરવામાં આવશે નહીં. સવારે નવ વાગ્યાથી થી સાંજે ૬ વાગ્યા સુધી વેક્સિનેશન ની પ્રક્રિયા અવિરત ચાલુ રાખવામાં આવશે તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા જાહેરાત કરવામાં આવી છે.