જામનગર તા ૧, જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તાર માંથી જાહેરમાં ગંજીપાના વડે હારજીતનો જુગાર રમી રહેલા છ શખસોની પોલીસે અટકાયત કરી લઈ તેઓ પાસેથી રોકડ રકમ અને જૂગારનું સાહિત્ય કબજે કર્યું છે.

 જામનગરમાં દિગ્વિજય પ્લોટ શેરી નંબર ૬૧ માંથી જાહેરમાં ગંજીપાના વડે જુગાર રમી રહેલા વિરલ મનસુખભાઈ નંદા, વિશાલ તુલસીદાસ ભાનુશાળી, દિપક મનજીભાઈ ખીચડા, કલ્પેશ વાલજીભાઈ માવ, ચંદ્રેશ કાંતિલાલ શેઠિયા અને દીપ કિશોરભાઈ કટારમલ વગેરે ૬ શખ્સોની અટકાયત કરી લઇ તેઓ પાસેથી રૂપિયા ૨૧ હજારની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબ્જે કર્યું છે.